JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના ૭ તાલુકાઓમાં ૧૦૨૬ લોકોને સુરક્ષિત સ્થળોએ આશરો અપાયો

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની અસર સામે બચાવ માટે આવશ્યક પગલાં લેવાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મામલતદારશ્રીઓની આગેવાનીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોને સ્થળાંતરિત કરવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાં આજરોજ જેતપુર શહેરમાં ૫૧ બાળકો મળી કુલ ૯૯ લોકો, ગોંડલ શહેર અને ગ્રામ્યમાં ૯૫ બાળકો અને ૩ સગર્ભાઓ મળી કુલ ૩૪૦ લોકો, વિંછીયા તાલુકાના વિંછીયા, મોઢુકા અને આંકડીયા ગામના ૪૧ લોકો, લોધીકા તાલુકામાં ૮૨ લોકો, ધોરાજી તાલુકામાં ૩૭ બાળકો અને ૨ સગર્ભાઓ મળી કુલ ૧૭૨ લોકો, ઉપલેટા તાલુકામાં ૬૫ બાળકો મળી ૧૮૦ લોકો તેમજ જામકંડોરણા તાલુકામાં ૧૮ બાળકો મળી કુલ ૧૧૨ લોકોને સ્થળાંતરિત કરાયા છે. આમ, રાજકોટ જિલ્લાના ૭ તાલુકાઓમાં કુલ ૧૦૨૬ લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button