
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૧૦.૨૦૨૩
હાલોલ તાલુકાના જેપુરા કેન્દ્રવર્તી શાળા ખાતે 77 મા સ્થાપના દિનની ઉજવણી નું આયોજન શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ 77 દીવડા પ્રગટાવ્યા હતા. અને વિવિધ રમતો તેમજ સ્પર્ધાઓ જેવી કે બાલ વાટિકા થી ધોરણ 4 સુધીના બાળકોને સંગીત ખુરશી,ધોરણ 5 થી 8 ના બાળકો અને શિક્ષકો એ લીંબુ ચમચી અને રસ્સા ખેંચ જેવી રમતો રમી હતી.વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ધોરણ 6 થી 8 ના બાળકો ની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]









