JETPURRAJKOT

રાજકોટની સેવાભાવી સંસ્થા દ્વારા અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ તથા રસોડું કાર્યરત કરાયું

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના આબાલવૃધ્ધ બિપરજોયનો સામનો કરવા માટે પોતાનાથી થઇ શકે તે યોગદાન આપવા તત્પર બન્યા છે. જેના અનુસંધાને રાજકોટની જાણીતી સ્વેચ્છિક સંસ્થા શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્તો તેમજ રેસ્ક્યુ ટીમ માટે ફુડ પેકેટ તથા રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે.

સંસ્થાના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ લગભગ ૧૫૦ જેટલા કાર્યકર્તાઓ દ્વારા ચવાણું, ગાંઠિયા, બૂંદી, ખાખરા વગેરે જેવા સુકા નાશ્તાના ફુડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે, તેમજ રસોડામાં ખીચડી, શાક, કઢી વગેરે બનાવવામાં આવી રહ્યા છે. તૈયાર કરાયેલી આ તમામ ભોજન સામગ્રી તેમજ ફૂડ પેકેટ હાલ જામનગર પહોંચાડવામાં આવી રહ્યા છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાત જણાયે રાજકોટ તેમજ અન્ય સ્થળોએ પૂરા પાડવામાં આવનાર છે.

[wptube id="1252022"]
Back to top button