GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં ઠેર ઠેર “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

તા.૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

દેશના તહેવારને સફળ બનાવવા ઠેર ઠેર નાટક,ચિત્ર સ્પર્ધા અને રેલીથી લોકોને જાગૃત કરવાના પ્રયાસ

Rajkot: લોકશાહીના પર્વમાં મોટા પ્રમાણમાં મતદારો ભાગ લે તે માટે ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ અભિયાનમાં ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના લોધિકા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ સ્ત્રી મતદારોએ મતદાન કરવું જોઈએ એવો અનુરોધ કરાયો હતો. અને મહિલા મતદારોને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આઈ.ટી.આઈ. રાજકોટના તાલીમાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતું નાટક રજૂ કરી મતદાનની સમસ્ત પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. તાલીમાર્થીઓએ ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતુ.

ગોંડલની શ્રી પાટખિલોરી પ્રાથમિક શાળા ખાતે નાયબ મામલતદારશ્રી વાય.ડી.ગોહિલ દ્વારા ઈ.વી.એમ., મતદાન અને સ્વીપ અંગેની જાણકારી ગ્રામજનોને આપવામાં આવી હતી. અને ચિભડા પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્લોગન અને ચિત્ર સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષક અને આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button