GUJARATJETPURRAJKOT

Rajkot: ટુ વ્હીલર ખરીદનાર-વેચનારની માહિતી રાખવા સૂચના

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આતંકવાદી અને ત્રાસવાદી કૃત્યોમાં થતા સાયકલો તથા ટુ-વ્હીલર વાહનોનો વપરાશ અટકાવવા તથા તેમના પર નજર રાખવા રાજકોટના અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચરે રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તમામ પ્રકારના ટુ-વ્હીલર તથા મોટર કાર વેચનારા તથા તે અંગેની દુકાનો, શોરૂમ ધરાવતા માલિકો, મેનેજર, સંચાલકો, એજન્ટોએ ઉપરોક્ત તમામ વાહનો વેચવામાં આવે ત્યારે તેઓએ કેટલીક સુચનાઓનું પાલન કરવાના હુકમો જારી કર્યા છે.

જે મુજબ સાયકલ, સ્કુટર અને મોટર સાયકલ જેવા ટુ-વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી. વાહન ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય ત્યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી કોઈપણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્રક- પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયક્લ જેવા ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ મેળવવાનો રહેશે. બીલમાં ખરીદનારનું પૂરું નામ, સરનામુ, સંપર્ક માટે ટેલીફોન નંબર, મોબાઈલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો, સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર વેચાણકર્તાએ કોઈ પણ પોલીસ અધિકારી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા.૩૧/૧૨/૨૦૨૩ના સુધી અમલમાં રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button