Rajkot: પાંચાળ પ્રદેશના વિંછીયા તાલુકાની કોળી સમાજની બે વિરાંગનાઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ગુજરાતનું ગૌરવ વધાર્યું

તા.૨૦/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દિવ્યા સરવૈયાએ લખનઉ ખાતે જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેમજ પ્રીતિ તાવીયાએ જમ્મુ કાશ્મીરમાં જુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો.
Rajkot: ગુંજરાતની દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના વેરાવળ અને મોઢુકા ગામની બે દીકરીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.અમદાવાદ ખાતે વિજય ભારત સ્પોટર્સ એકેડમીમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી બન્ને દીકરીઓ પૈકી વિંછીયા તાલુકાના વેરાવળ ગામની દીકરી દિવ્યા સરવૈયાએ ઉત્તર પ્રદેશ ( લખનઉ ) ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ તેમજ મોઢુકા ગામની ધોરણ ૯ માં અભ્યાસ કરતી દીકરી પ્રીતિ તાવીયાં જેમનું સપનું ips ઓફિસર બનવાનું છે તેવા પ્રીતિબેન તાવીયાએ જમ્મુ કાશ્મીર ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે

ત્યારે પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ બન્ને દીકરીઓને શિલ્ડ અને ભારત માતાની છબી આપી સન્માનીત કરી નારી શક્તિનાં ગૌરવને પ્રોત્સાહન આપી ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે દિવ્યા સરવૈયાએ ૧૭ જેટલા મેડલ મેળવી સમગ્ર ગુજરાત તેમજ કોળી સમાજનું ગૌરવ વધારી સમાજને પ્રેરણા આપી છે.









