GUJARATJETPURRAJKOT

Rajkot: સ્વચ્છતા હી સેવા અભિયાન – કચરાના ઢગલાની જગ્યાએ ચિત્રકલા મહેકી

તા.૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં સ્વચ્છ કરાયેલ વિવિધ સ્થળોએ બ્યુટીફીશન કરાયું

Rajkot: મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યભરમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં આ અભિયાન ઝુંબેશના ભાગરૂપે ઉજવવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં પણ ઠેર ઠેર અનેક આયોજનો દ્વારા સઘન સફાઇ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટમાં શાપર સહિતના વિસ્તારોમાં વિવિધ પોઇન્ટ પરથી જમા થયેલ કચરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સફાઇ ઉપરાંત એક કદમ આગળ જઇને આ સ્થળો ફરીથી ગંદકીના પોઇન્ટ ન બને તે હેતુથી દિવાલો પર ચિત્રકલાથી તેનું બ્યુટીફીશન કરવામાં આવ્યું હતું. આમ,સ્વચ્છતા હી સેવાની ફળશ્રુતિરૂપે કચરાના ઢગલાની જગ્યાએ ચિત્રકલા મહેકી રહી છે.

 

[wptube id="1252022"]
Back to top button