Rajkot: રાજકોટમાં સરકારી ઈજનેરી કોલેજ ખાતે ઈજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશની પ્રક્રિયા અંગે ૨૦ એપ્રિલે સેમિનાર
તા.૧૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી) દ્વારા ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) બાદ ઈજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયાને લઇને વિદ્યાર્થીઓ-વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા પ્રવેશને લગતા વિવિધ પ્રશ્નોનું સમાધાન મળી રહે, તે માટે પ્રવેશ સમિતિ દ્વારા કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરાયું છે. આ સેમિનાર તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૪ને રવિવારના રોજ ડો. સરોજિની નાયડુ ઓડિટોરિયમ, સરકારી ઇજનેરી કોલેજ, મવડી-કણકોટ રોડ, હનુમાન મંદિર પાસે, કણકોટ ગામ ખાતે સવારે ૧૧ કલાકે યોજાશે.
આ સેમિનાર દરમિયાન પ્રવેશ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી પૂરી પડાશે. સેમિનાર હોલમાં વહેલા તે પહેલાના ધોરણે એક વિદ્યાર્થી સાથે ફક્ત એક વાલીને પ્રવેશ અપાશે. આથી, ભાગ લેવા ઇચ્છનારે કાર્યક્રમ શરુ થવાના અડધી કલાક પહેલા પોતાની જગ્યા મેળવી લેવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર હેલ્પ સેન્ટર કોલેજ સમય દરમિયાન કાર્યરત રહેશે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ કાર્યક્રમનો લાભ લેવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.








