BANASKANTHAPALANPUR

પાલનપુર શ્રીમતી સાળવી (સ્વસ્તિક )પ્રાથમિક શાળાના બાળકોએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી.

શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન શ્રી સાળવી (સ્વસ્તિક )પ્રાથમિક શાળાના ધોરણ-3 ના બાળકોએ મંગળવારના રોજ પર્યાવરણ વિષય અંતર્ગત પત્ર નો પ્રવાસ એકમના આધારે પાલનપુરમાં આવેલી મુખ્ય હેડ ઓફિસ,જોરાવર પેલેસ ની મુલાકાત લીધી હતી.પોસ્ટ ઓફિસના હેડ માસ્તર શ્રી ભરતભાઈ દેસાઈ અને નીતાબેન દેસાઈએ તમામ બાળકો અને સ્ટાફ મિત્રો ને આવકાર્યા હતા. ભારતીય ડાક વિભાગ હવે ડિજિટલ બની ગયું છે મુલાકાત દરમિયાન બાળકોએ “અબ ડિજિટલ બન ગયા ડાકિયા’ વીડિયો પ્રોજેક્ટર દ્વારા નિહાળ્યો હતો .પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ બાળકોને પોસ્ટ ઓફિસના વિવિધ કાર્યો તેમજ પત્રો અને વિવિધ ટપાલ પેટી વિશે માહિતગાર કર્યા હતા. બાળકોને બચત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાતનું આયોજન શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન અને શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, શ્રી રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ ના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

ok

[wptube id="1252022"]
Back to top button