GUJARATJETPURRAJKOT

Rajkot: મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH સીરીઝ અને મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NF સીરીઝનું રી ઈ-ઓકશન યોજાશે

તા.૧૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH તથા અગાઉની સીરીઝ તથા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NF તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર રી ઈ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.

મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ-03-NH સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.૧૬/૧૧/૨૦૨૩ સાંજના ૪ કલાકથી તા.૨૮/૧૧/૨૦૨૩ સાંજનાં ૪ કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ સાંજના ૦૪:૦૦ કલાક થી તા.૩૦/૧૧/૨૦૨૩ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઈ-ઓકશન પુર્ણ થયે તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ સાંજના ૦૪-૧૫ કલાકે કોમ્પ્યુટરાઇઝડ જનરેટેડ પરીણામ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-NH સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.૧૧/૧૧/૨૦૨૩ના સાંજના ૦૪:૦૦ કલાકથી તા.૨૦/૧૧/૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૨૦/૧૦/૨૦૨૩ના સાંજના ૦૪:૦૦ કલાકથી તા.૨૨/૧૧/૨૦૨૩ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૨૨/૧૧/૨૦૨૩ સાંજના ૦૪:૧૫ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે.

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button