તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અરજદારોએ પ્રશ્નો મામલતદારશ્રીને ૧૦ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે
Rajkot: રાજકોટ તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩ને બુધવારના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાવિક બાબતને લગતા પ્રશ્નો અને અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહીં. તેમજ પ્રથમ વાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહીં. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે, તેમ જિલ્લા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.