
તા.૩/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નબળાઈના કારણે દાખલ થયેલા જીતુબેન પરસોતમભાઈ ચાવડા નામના વૃદ્ધાની સારવાર બાદ સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી જાણવા મળ્યું કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી રખડતું જીવન ગુજારતા હતા. કોઈ વારસ ન હોવાથી સિવિલ હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા એલ્ડરલાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એલ્ડર લાઈન ૧૪૫૬૭ના સિનિયર અધિકારી શ્રી શિનુ થાયિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ફિલ્ડ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા માળીયા ખાતે સંગાથ આશ્રમમાં શ્રી જિતુબેનને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે.








