તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તા. ૧૬ માર્ચ, ૨૦૨૪ થી જિલ્લા ચૂંટણી કેન્દ્ર દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળતી ફરિયાદોના સત્વરે નિકાલ માટે એન.જી.એસ.પી. મારફતે કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અધિક ચૂંટણી અધિકારીશ્રી અને તેમની ટીમ દ્વારા ટોલ ફ્રી નંબર, વોટર હેલ્પ લાઈન – ૧૯૫૦ તેમજ સી.વીજીલ એપ પર આવેલ ઓનલાઇન મળીને ૫૦ જેટલી ફરિયાદ મળી હતી, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
એ.સી. વાઈઝ વિધાનસભા રાજકોટ પૂર્વ (૬૮) વિસ્તારમાં ૪, રાજકોટ પશ્ચિમ (૬૯) વિધાનસભા વિસ્તારની ૧૩, દક્ષીણ વિધાનસભા વિસ્તાર (૭૦) ની ૮, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર (૭૧) માં ૧૧, જસદણ વિધાનસભા વિસ્તાર (૭૨) માં ૩, ગોંડલ વિધાનસભા વિસ્તાર (૭૩) માં ૭, જેતપુર વિધાનસભા વિસ્તાર હેઠળ (૭૪) માં ૨ , ધોરાજી વિધાનસભા મત વિસ્તાર (૭૫) માં ૧ તેમજ અન્ય એક મળીને કુલ ૫૦ જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમ એન.જી.એસ.પી.ના નોડલ ઓફિસર શ્રી સ્વામીની યાદીમાં જણાવાયું છે.








