
તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જનસેવા કેન્દ્રના કાગળો તથા ગેસની બોટલ પર મતદાનના સંદેશ થકી લોકોને કર્યા જાગૃત
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને વધુને વધુ નાગરિકો મતદાનમાં સહભાગી બને તે માટે મતદાર જાગૃતિલક્ષી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા ૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિ.મ.વિ કચેરીમાંથી કરવામાં આવતા જાવક તથા તાલુકા કક્ષાએથી જનસેવા કેન્દ્ર ખાતેથી આ૫વામાં આવતી સેવાઓના કાગળો ઉ૫ર મતદાન કરવાની અપીલ કરતા સ્ટેમ્પ જેવા કે “મતદાન મહાદાન”, ” મતદાન અવશ્ય કરીએ” લગાવી લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
ઉપરાંત, ઉપલેટા તાલુકામાં આવેલા ગેસ એજન્સીના ડિલિવરી વાહનમાં તથા ગેસની બોટલ પર મતદાન જાગૃતિનાં સ્ટીકર લગાવી ગ્રામજનોને પવિત્ર મતદાનની ફરજમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાનની નૈતિક ફરજ બજાવે તે માટે “સ્વીપ” દ્રારા જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે તેમ, સ્વીપના નોડલ તથા અધિક કલેકટર શ્રી જિજ્ઞાસા ગઢવીની યાદીમાં જણાવાયું છે.