Rajkot: મતદાન મથકો, રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટર, બાંધકામ સાઈટ વગેરે સ્થળોએ છાંયડો, ઓ.આર.એસ., પીવાનું પાણી જેવી મૂળભૂત વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરની તાકીદ
તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તાજેતરની હીટ વેવની સ્થિતિના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાન મથકો, રીસીવીંગ એન્ડ ડીસ્પેચીંગ સેન્ટર, બાંધકામ સાઈટ વગેરે સ્થળોએ છાંયડો, ઓ.આર.એસ., પીવાનું પાણી વગેરે જેવી મૂળભૂત વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.
રાજકોટ જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લુ લાગવાના કે હીટ વેવ સંબંધિત અન્ય કોઈ પણ બનાવોની તરત જ વહીવટી તંત્રને જાણ કરવા કલેક્ટર શ્રીએ ઉપસ્થિતોને સૂચના આપી હતી. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને છાશ-પાણી-શર્બત વગેરેની વ્યવસ્થા ગોઠવવા પણ જણાવ્યું હતું. જિલ્લાભરની શાળાઓનો સમય સવારે ૭.૦૦ થી ૧૧.૦૦ નો કરવા પણ કલેક્ટરશ્રીએ કહ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મુછાર, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી, પ્રાંત અધિકારીઓ તથા ડીસ્ટ્રીકટ હીટ એક્શન ટાસ્ક ફોર્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.








