GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ રાજકોટમાં સપરિવાર કર્યું મતદાન

તા.૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતિ રાજકોટ શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટ ખાતે, સાતમી મેના રોજ સવારમાં જ સપરિવાર મતદાન કર્યું હતું.

૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના, સાધુ વાસવાણી કન્યા શાળા ખાતે મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા શ્રી મનહરભાઈ બાબરીયા તથા કુ. ક્રિષ્ના મનહરભાઈ બાબરીયાએ મતદાન કર્યું હતું. આ મતદાન મથક પર પુરુષ મતદારો-૭૧૮, સ્ત્રી મતદારો-૬૨૩ મળીને કુલ ૧૩૪૧ મતદારો નોંધાયેલા છે.

મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ અહીં સપરિવાર મતદાન કર્યું હતું. આ તકે તેમણે લોકશાહીના પર્વમાં સૌને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
[wptube id="1252022"]








