GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ખાતે ૧.૩૮ કરોડના ખર્ચે વિવિધ રસ્તાના રી-કાર્પેટિંગ કામોનું ખાતમુહૂર્ત કરાવતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

તા.૨૦/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા અને મેયરશ્રી નયનાબેન પેઢડીયાની પ્રેરક ઉપસ્થિતિ

Rajkot: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા આજે રાજકોટ ખાતે વિવિધ રસ્તાના રી-કાર્પેટિંગ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જોડાયા હતા.

મંત્રીશ્રી સાથે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીય તેમજ મેયરશ્રી નયનાબેન પેઠડીયાએ શ્રીફળ વધેરીને નાના મૌવા મેઈન રોડ પાસે વોર્ડ નં ૧૧માં મારવાડી બિલ્ડીંગની સામેથી માલધારી ચોક સુધીના નવા નહેરૂનગર ટી.પી. રસ્તા તથા મોદી સ્કૂલ પાસેના રોડને ડામર રી-કાર્પેટ કરવાના કુલ રૂ.૧.૩૮ કરોડના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, દંડકશ્રી મનીષભાઈ રાડિયા, અગ્રણીશ્રી મુકેશભાઈ દોશી તેમજ શ્રી લીલુબેન જાદવ, કોર્પોરેટરશ્રીઓ, પક્ષના હોદ્દેદારો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button