GUJARATJETPURRAJKOT

Rajkot: ૨૧ ડીસેમ્બરે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે મિલેટ ફૂડ ફેસ્ટીવલ – ૨૦૨૩ યોજાશે

તા.૧૪/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

‘મિલેટ રંગોળી’, ‘નો યોર મિલેટ’, ‘ઉપયોગી મિલેટ્સનું પ્રદર્શન’, ‘એક્ષપર્ટ ટોક’ દ્વારા લોકોને શ્રીઅન્નના ઉપયોગો અને ફાયદાઓ અંગે અપાનારી માહિતી

Rajkot: ૨૦૨૩ના વર્ષ દરમિયાન ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવણી કરવામાં આવી છે. બદલાતી હવામાન પરસ્થિતિમાં મિલેટથી થતા સ્વાસ્થ્યસંબંધી લાભો અને તેની ખેતી માટે યોગ્યતા વિશે ખેડૂત વર્ગમાં જાગૃતિ લાવવી અને જાડા ધાન્યને વિશ્વ સ્તરે ભોજનમાં સ્થાન અપાવવવાનો આ ઉજવણીનો આશય છે, જેના ભાગરૂપે ૨૧ ડીસેમ્બરે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘મિલેટ ફૂડ ફેસ્ટીવલ-૨૦૨૩’ નું આયોજન કરવામાં આવ્યું છે.

મિલેટ ફૂડ ફેસ્ટીવલ – ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ સુધી ‘મિલેટ રંગોળી’, ‘નો યોર મિલેટ’, ‘ઉપયોગી મિલેટ્સનું પ્રદર્શન’, ‘એક્ષપર્ટ ટોક’ દ્વારા લોકોને શ્રીઅન્નના ઉપયોગો અને ફાયદાઓ વિશે સમજાવવામાં આવશે. આ ઉપરાંત, એક ‘મિલેટ ફૂડ સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવનાર છે, જેમાં લોકો દ્વારા મિલેટમાંથી તૈયાર કરવામાં આવેલ અવનવી વાનગીઓ રજૂ કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની મુલાકાતે આવનાર લોકો દ્વારા આ વાનગીઓ ટેસ્ટ કરી તે અંગે વોટિંગ કરાવવામાં આવશે. સૌથી વધુ વોટ મેળવનાર મિલેટની વાનગીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા અથવા આ કાર્યક્રમ નિહાળવા માટે ગુગલ ફોર્મ : http://bit.ly/RSCReg પર તા. ૧૯/૧૨/૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન અથવા ફક્ત સાયન્સ સેન્ટરની જે તે દિવસની નિયત થયેલ એન્ટ્રી ટીકીટ લેવાની રહેશે. આ સ્પર્ધા અંગેની વિગતવાર જાણકારી માટે સેન્ટરના ફોન નં : ૦૨૮૧-૨૯૯ ૨૦૨૫ પર સંપર્ક સાધી શકશે.

[wptube id="1252022"]
Back to top button