GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા

તા.૨૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તા.૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રભવ જોશી દ્રારા જાહેરનામા થકી મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૦૫-૦૫-૨૦૨૪ના સાંજના ૦૬:૦૦ કલાક થી તા.૦૭-૦૫-૨૦૨૪ સાંજના ૦૬:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા.૦૪-૦૬-૨૦૨૪ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાં આવેલ વિદેશી દારૂની દુકાનો તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે ૦૫-૦૫-૨૦૨૪ના સાંજના ૦૬:૦૦ કલાક થી તા.૦૭-૦૫-૨૦૨૪ સાંજના ૦૬:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા.૦૪-૦૬-૨૦૨૪ના દિવસે બંધ રાખવા તેમજ વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button