GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટની વિવિધ કચેરીઓના કર્મયોગીઓએ આંતકવાદ વિરોધી શપથ ગ્રહણ કર્યા

તા.૨૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશભરમાં તા.૨૧/૦૫/૨૦૨૪ના રોજ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ લોકોને આતંકવાદ સામે સંગઠીત થઈ લડવાનો સંદેશ આપવામાં આવે છે.
આ દિવસની ઉજવણી રાજકોટની વિવિધ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા, લોધીકા તાલુકા પંચાયત કચેરી, (પશ્ચિમ)મામલતદાર કચેરી, જેટકો રાજકોટ, જસદણ અને મોરબી ઓફીસ, રૂડા કચેરી સહિતની જિલ્લાની કચેરીઓના કર્મયોગીઓએ આંતકવાદ વિરોધી દિવસ પર આંતકવાદ સામે સાહસપૂર્વક વિરોધ કરીને દેશની અસ્મિતાને સલામત રાખવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
[wptube id="1252022"]