GUJARATJETPURRAJKOT

Rajkot: ૪ ડિસેમ્બર સોમવારે ઝોન પ વોર્ડ નં.૧૦ અને ૧૧ની કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ સ્પર્ધાઓ યોજાશે

તા.૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ઝોનકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૩-૨૪ કાર્યક્રમ અંતર્ગત ૪ ડિસેમ્બર સોમવારના રોજ હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ રાજકોટ અને બાલભવન રેસકોર્ષ ખાતે ઝોન નંબર ૫ એટલે કે વોર્ડ નંબર ૧૦ અને ૧૧ના સ્પર્ધકોની સ્પર્ધાઓ યોજાશે.

જેમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ વયજૂથના સ્પર્ધકો ગરબા, લોકનૃત્ય, રાસ, સમૂહ ગીત, લગ્ન ગીત, એકપાત્રીય અભિનય સ્પર્ધાઓમાં મુખ્ય સ્ટેજ હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે તેમજ ભરતનાટ્યમ, લોકગીત, ભજન, સુગમ સંગીત, હાર્મોનિયમ, તબલા સ્પર્ધાઓમાં મીની થિયેટર હેમુ ગઢવી નાટયગૃહ રાજકોટ ખાતે અને વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓમાં બાલ ભવન,રેસકોર્સ રાજકોટ ખાતેથી ભાગ લેશે.

આ સ્પર્ધામાં ઝોન નં.પાંચ વોર્ડ નં.૧૦-૧૧માં આવતી તમામ શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અન તમામ સભ્યો ભાગ લેશે. આ માટે વધુ માહિતી મેળવવા ફોન નં. ૦૨૮૧- ૨૪૪૨૩૬૨ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button