Rajkot: ગાર્બેજ કલેક્શન સાથે મતદાતાઓને અપાઈ રહ્યો છે મતદાન જાગૃત્તિનો સંદેશ

તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ધોરાજીમાં ગાર્બેજ વાન દ્વારા “નો યોર પોલિંગ સ્ટેશન કાર્યક્રમ”ની અપાઈ માહિતી
Rajkot: લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪નું ત્રીજા તબક્કાનું મતદાન તા.૭ મે, ૨૦૨૪ના રોજ થનાર છે. ત્યારે મતદાતા મતદાન દિવસ પહેલા જ પોતાના મતદાન મથકની જાણકારી પ્રાપ્ત કરી શકે તે હેતુ વહીવટી તંત્ર દ્વારા “નો યોર પોલિંગ સ્ટેશન” કાર્યક્રમ કરવામાં હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં “ડોર ટુ ડોર” ગાર્બેજ કલેક્શન વાન દ્વારા ” તા.૨૮ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સવારે ૯:૦૦ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી યોજાનાર “નો યોર પોલિંગ સ્ટેશન” કાર્યક્રમની માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ બુથ લેવલના અધિકારીશ્રીઓ દ્વારા લાગુ પડતા મતદાન મથકો પર રૂબરૂ મુલાકાત લઈ મતદાતાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેનો લાભ લેવા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.