GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં “મતદાન જાગૃતિ” માટે “સાયકલ રેલી” યોજાઈ

તા.૧/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીએ બહુમાળી ભવન ખાતેથી “સાયકલ રેલી”નું કરાવ્યું ફલેગ ઓફ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સાયકલિસ્ટો સાથે સાયકલીંગ કરીને રાજકોટની જનતાને મતદાન કરવાની અપીલ કરી

૧૫૦થી વધુ સાયકલિસ્ટો “અચૂક મતદાન કરવાની અપીલ” સાથે સાયકલ રેલીમાં જોડાયા

Rajkot: લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરીક “લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪”માં અચુક મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ સવારે ૬.૩૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના હસ્તે બહુમાળી ભવન ખાતેથી સાયકલ રેલીનું ફલેગ ઓફ કરવામાં આવ્યું હતું.

આ તકે કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે રાજકોટ શહેરના રાઇડર્સ સાથે મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલિંગ એક હેલ્ધી એક્ટિવિટી છે. તેમ લોકશાહી માટે વોટિંગ પણ એક હેલ્ધી એક્ટિવિટી છે એટલા માટે નવતર રીતે નાગરીકોને મતદાન કરવાની પ્રેરણા આપી રહ્યા છીએ.

મતદાન કરવા ‘અચુક મતદાન-મારુ વચન’ ‘દેશ માટે ૧૦ મિનીટ’ ‘વોટ રાજકોટ’ જેવા પ્રેરણાદાયી સ્લોગન સાથે ૮ કિલોમીટર સુધીની આ સાયકલ રેલીમાં રાજકોટ સાયકલ કલબ, રોટરી ક્લબ ઓફ મિડટાઉન લાઈબ્રેરી, રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો, રોટરી ક્લબ ઓફ રાજકોટ,રાજકોટ રાઈડર કલબ, રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ અને ગાઈડ સંધ અને મહાત્મા ગાંધી સ્કૂલ સહિત વિવિધ ગ્રુપના ૧૫૦થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સાયકલિસ્ટો સાથે સાયકલીંગ કરીને રાજકોટની જનતાને મતદાનની કરવા અપીલ કરી હતી. આ રેલીમાં ૭૪ વર્ષના વૃદ્ધ થી માંડીને ૧૨ વર્ષના બાળક સહિત તમામ લોકોએ મતદાન કરવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ રેલી રેસકોર્સ (બહુમાળી ભવન) થી શરૂ થઈને રોટરી સર્કલ તરફથી મેયર બંગલો, કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડથી રામકૃષ્ણ આશ્રમ, કમિશનર બંગલો રોડથી ટાગોર રોડ, લક્ષ્મીનગર અંડરપાસથી નાના માવા સર્કલ થઈને જમણી તરફ વળીને બીગ બજાર તરફ જતા કે.કે.વી સર્કલે રેલી પૂર્ણ થઈ હતી.

આ તકે “સ્વીપ” પ્રવૃતિના નોડલ અધિકારી શ્રી જિજ્ઞાસા ગઢવી, નાયબ મામલતદાર શ્રી પ્રીતિબેન વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button