DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્વયે ઓસમ તળેટી ખાતે બેઠક યોજાઈ

તા.૨૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સુચારૂ આયોજન અંગે સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી જયેશ લીખિયા

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે “ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-૨૪” નું આયોજન તા. ૩૦ ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે પ્રાંત અધિકારીશ્રીઓ જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સ્પર્ધકોના રહેવા-જમવાની વ્યવસ્થા, ખોરાકની ગુણવત્તા, આરોગ્ય વ્યવસ્થા, લાઈટિંગની વ્યવસ્થા, રૂટ સાફ સફાઈ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, વન્ય જીવોથી સલામતી માટે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં જુનિયર વિભાગના ઉ.વર્ષ ૧૪ થી ૧૮ સુધીના સ્પર્ધકો ભાગ લેવાના છે.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.પી.દિહોરા, તાલુકા વિકાસ અધિકારશ્રી આર.વી.ગોહિલ, ધોરાજી મામલતદારશ્રી એમ.પી.જોશી, ધોરાજી ચીફ ઓફિસરશ્રી જયમલ વી. મોઢવાડિયા, ઉપલેટા ચીફ ઓફિસરશ્રી નીલમબેન ઘેટીયા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પી.એમ.વાછાણી, પાટણવાવ પી.એસ.આઇ. શ્રી કે.એમ.ચાવડા, પીજીવીસીએલ ઉપલેટા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સી.ડી.મકવાણા, પાટણવાવ સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણી તથા આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button