Rajkot: કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત રાજકોટની મહિલા કર્મીઓએ મહેંદી દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭ મે ૨૦૨૪ના રોજ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન યોજનાર છે, જે અન્વયે વધુ ને વધુ મતદારો મતદાનમાં સહભાગી બને તે માટે સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો હાથ ધરી કાર્યક્રમો યોજી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત રાજકોટ તથા તાલુકા પંચાયત કચેરી વાંકાનેરની મહિલા કર્મચારીઓ અને અધિકારીઓએ હાથમાં મહેંદી દ્વારા “વોટ ફોર શ્યોર”, “હમ મતદાતા ભારત કે ભાગ્યવિધાતા”, “અચૂક મતદાન કરીએ” જેવા વિવિધ સ્લોગન ચિતરાવી લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા.


આ નવતર પહેલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિ પટેલ તથા આઇ.સી.ડી.એસ અધિકારીશ્રી સાવિત્રીબેન નાથ, એમ.સી.એમ.સી. કમિટીના કર્મીઓ તથા માહિતી કચેરીના કર્મીઓ જોડાયા હતા.










