
તા.૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકાના રાજગઢ ગામમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ અંગેની વિડિયો નિદર્શન તેમજ વિવિધ યોજનાઓના લાભ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત, આરોગ્ય કેમ્પ, આયુષ્માન કાર્ડનું વિતરણ, ડ્રોન નિર્દશન તેમજ જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સ્થળ પર યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના અગ્રણીશ્રીઓ, અધિકારીગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.









