GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના બોઘરાવદર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લોકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે.

જે અન્વયે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યાત્રાના આધુનિક રથોના માધ્યમથી ગામેગામ યોજનાઓની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના બોઘરાવદર ગામમાં ગત તા. ૨૫ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ‘આપણો સંકલ્પ, વિકસિત ભારત’ની નેમ સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું. તેમજ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ હતી. આ તકે સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button