
તા.૨૬/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) દ્વારા ૩૧મો વાર્ષિક રમતોત્સવ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર એસ.ટી. નિગમમાંથી જુનાગઢ, ભુજ, મધ્યસ્થ યંત્રાલય, મધ્યસ્થ કચેરી, નડિયાદ, વલસાડ, હિંમતનગર, ગોધરા વગેરે વિભાગોની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો.

આ વાર્ષિક રમતોત્સવમાં રાજકોટ એસ. ટી. ની ટીમ મહત્તમ પોઇન્ટ (૪૨) સાથે પ્રથમ સ્થાન મેળવી રમત ગમત ક્ષેત્રે નિગમમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. આ ઉપરાંત રાજકોટ વિભાગને ખેલાડીઓની વર્તણૂકને ધ્યાને લઇ ‘ ફેર પ્લે એવોર્ડ’ અને રાજકોટ વિભાગના કન્ડક્ટર શ્રી અજય મકવાણાને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ મળેલ છે. કબ્બડી, ડિસ્ક થ્રો, ચેસ ૮૦૦ મીટર દોડ રમતોમાં રાજકોટ વિભાગ પ્રથમ ક્રમે તેમજ ૧૦૦, ૨૦૦ મીટર દોડ, બેડમિન્ટન પુરુષ સિંગલ, ટેબલ ટેનિસ મહિલા સિંગલ અને ડબલમાં દ્વિતીય ક્રમે તથા ૪૦૦ મીટર દોડમાં તૃતિય ક્રમે વિજેતા થયેલ છે. કુલ ૧૪ એવોર્ડ મેળવી ટીમ રાજકોટ જી.એસ.આર. ટી.સી. એ વાર્ષિક રમતોત્સવમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરેલ છે.

જી.એસ.આર.ટી.સી રાજકોટ ના વિભાગીય નિયામકશ્રી જે.બી.કરોતરા તથા સીનીયર લેબર ઓફીસરશ્રી ડી.યુ.વાઘેલાએ રાજકોટ એસ. ટી. વિભાગના તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે.








