
તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુસંધાને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં નેતૃત્વ હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે સ્વીપના નોડલ ઓફિસરશ્રી જીજ્ઞાસા ગઢવી તેમજ ૭૨ – જસદણ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવા માર્ગદર્શન અનુસાર આટકોટનાં એસ.પી.એસ. સંકુલ ખાતે યુવા મતદાતા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવા મતદારોને રસપ્રદ ક્વીઝ દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ક્વીઝનાં વિજેતાઓને મતદાતા જાગૃતિ ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકશાહીમાં ભાગ લઈને તેને મજબુત બનાવવા માટે ૧૮ વર્ષની વયે મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ દરેક વખતે અચૂક મતદાન કરવા વિદ્યાર્થીઓને જાગ્રત કરવામાં આવ્યા હતા અને મતદાતા શપથ લેવડાવવામાં આવ્યા હતાં.