GUJARATJETPURRAJKOT

Rajkot: ફોટાવાળી મતદારયાદીની વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના ખાસ ઝુંબેશના દિવસમાં ફેરફાર અંગે

તા.૩/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીના આદેશ મુજબ તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની વાર્ષિક સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અનુસાર તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર) સુધી હકક-દાવા અને વાંઘા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા.૦૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર) તથા તા.૦૩/૧૨/૨૦૨૩(રવિવાર) ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નકકી કરવામાં આવ્યુ હતું.

હવે ઉપર જણાવેલ તારીખો પૈકી ફેરફાર કરીને તા.૦૨/૧૨/૨૦૨૩ (શનિવાર)ના બદલે તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર) ના રોજ ખાસ ઝુંબેશ તરીકે આયોજન કરવામાં આવ્યુ છે. બાકીના દિવસો યથાવત રહેશે. તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button