Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં સાજડીયાળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માપૂર્ણ સ્વાગત

તા.૧૯/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં સાજડીયાળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, સરકારી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી,”ધરતી કહે પુકાર કે” સુંદર નાટ્ય કૃતિ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રોત્સાહન તથા ડ્રોનથી યુરિયા છંટકાવના ફાયદા અંગે ખેડૂતો જાણકારી મેળવી શકે તે માટે ડ્રોન નિર્દશન સહિત મહાનુભાવોના હસ્તે સરકારની યોજનાઓ અન્વયે લાભાન્વિત થયેલા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને આ તકે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

“મેરી કહાની,મેરી જુબાની” થીમ અંતર્ગત લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી ગોવિંદભાઈ રાણપરીયા, શ્રી કરશનભાઈ સોરઠીયા, શ્રી કલ્પેશભાઈ રાણપરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.આર.કામરીયા, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








