Rajkot: રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોન આગ દુર્ઘટનાના ૨૭ મૃતકોની ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરાઈ

તા.૩૦/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
એફ.એસ.એલ.માંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને પાર્થિવદેહ સોંપાયા
Rajkot: રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડી.એન.એ. મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવામાં આવ્યા છે. બુધવારે બપોર સુધીમાં કુલ મળીને ૨૭ મૃતદેહની ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૬ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
જેમાં ૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪), ૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨), ૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧), ૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦), ૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯) ૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦), ૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬), ૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪), ૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨), ૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯), ૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫), ૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨), ૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦), ૧૪. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨), ૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫), ૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦-૨૫) ૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫), ૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮), ૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪), ૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨), ૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮), ૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪), ૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫),૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦), ૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫), ૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)નો સમાવેશ થાય છે.
આગ દુર્ઘટનાના મૃતકોના ૧૦ પરિવારોને ૪૦ લાખની સહાય અપાઇ
મુખ્યમંત્રીશ્રીએ કરેલી જાહેરાત અનુસાર રાજકોટ ટી.આર.પી. ગેમઝોન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા રૂ ૪ લાખ સહાય ચૂકવવામાં આવી રહી છે. જેમાં આજરોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં ૧૦ પરિવારોને રૂ ૪૦ લાખની સહાય ચૂકવી દેવાઈ છે.