Rajkot: રાજકોટના ગરેડીયા કુવા રોડ સ્થિત અંદાજે ૧૬૦ વર્ષ જૂના શ્રી પંચમુખી હનુમાનજી મહારાજનો જન્મ મહોત્સવની રંગે ચંગે ઉજવણી

તા.૨૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના ગરેડીયા કુવા રોડ સ્થિત અંદાજે ૧૬૦ વર્ષ જુના શ્રી “પંચમુખી હનુમાનજી મહારાજ” ની જન્મજયંતિ મહોત્સવ નિમિતે અબાલ વૃદ્ધ સર્વે સમાજના સભ્યોને મહાપ્રસાદમાં બુંદીના લાડુ, મોહનથાળ, ગુલાબજાંબુ, ગાંઠિયા સહિતના પ્રસાદનું સવારના ૧૦ વાગ્યાથી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.


આ મહાપ્રસાદનો દિવસ દરમ્યાન અંદાજે ૨૨૦૦ થી ૨૫૦૦ ભક્તજનોએ લાભ લીધો હતો. આ સાથે ભક્તજનોએ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજનો જય જયકાર બોલાવ્યો હતો.


શ્રી પંચમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા આ શુભ કાર્યને સફળ બનાવવા શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર (ગાયત્રી માતાના ઉપાસક)ના માર્ગદર્શન હેઠળ શ્રી હસમુખભાઈ(મુખ્ય આયોજક), શ્રી ચેતનભાઇ પુજારા, શ્રી દર્શન કરીયા, શ્રી અમિતભાઈ, શ્રી મિતેશભાઇ, શ્રી રોહિતભાઈ સહિતના ભક્તજનોએ સહયોગ કર્યો હતો.








