
ભારત સરકાર દ્વારા આદિમજૂથના વિકાસ માટે ” પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) જાહેર કર્યો છે. જેનો મુખ્ય ઉદેશ આદિમજૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્રિત કરવામાં આવે છે. જે અંતર્ગત દેશના ૧૦૦ જિલ્લાના આદિમજૂથો સાથે તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચુઅલ રીતે સંવાદ કરવાના છે.
જેના અનુસંધાને ભરૂચના નેત્રંગ તાલુકાના મૈાઝ ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે પણ માન. પ્રધાનમંત્રી સાથેના આ વર્ચુઅલ કાર્યક્રમનું આયોજન થયું છે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ભરૂચના ઝઘડિયા તાલુકાના આસિસ્ટન્ટ કલેકટર નૈતિકા માથુરના અધ્યક્ષસ્થાને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આસિ.કલેકટરે મૌઝા ખાતે પી.એમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ અને જવાની વ્યવસ્થા, સ્ટેજ પર લાભ આપનાર લાભાર્થીની અલાયદી વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક વ્યવસ્થા, તબીબી વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેના અમલીકરણ માટે દરેક અધિકારીઓને સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.








