MULISURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર લોકસભામાં ખેડૂત આગેવાન જે. કે. પટેલની ઉમેદવારી રાજકીય ગણીત બગાડી શકે છે.

ખેડૂતોએ અલગ ચોક્કો ઊભો કરતાં રાજકીય પક્ષો ચિંતામાં

તા.21/04/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખેડૂતોએ અલગ ચોક્કો ઊભો કરતાં રાજકીય પક્ષો ચિંતામાં

સુરેન્દ્રનગર લોકસભા સીટ ઉપર ખેડૂત આગેવાન અને ખેડૂતોના પ્રશ્નો માટે કાયમી લડત આપતા એવા જે.કે.પટેલ ઉમેદવારી નોંધાવી છે ત્યારે લોકસભામાં રાજકીય હલચલ મચી જવા પામી છે અને કોગ્રેસ ભાજપ બંને પક્ષો એ લેખાજોખાના ગણિત ગણવા લાગ્યા છે ત્યારે હાલ જે.કે.પટેલની ઉમેદવારી કોને નડી જાય છે તે પરિણામ જ બતાવશે ખેડૂત આગેવાન જે.કે.પટેલ ખેડૂતોના પાકવિમા નર્મદા કેનાલ નર્મદાના નીર વિજપોલ વળતર નકલી બિયારણ નકલી દવાઓ જમીન માપણી સહિત અનેક મુદ્દાને લ‌ઈ અવાજ ઉઠાવતા રહે છે અને પરિણામ પણ ખેડૂતોને મળ્યા છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટમાં તેઓની ઉમેદવારી ખેડૂતોના મત અંકે કરશે જ એટલે બંને પક્ષોને મત તુટશે એ મતો કોને હારજીત સુધી લ‌ઈ જશે તે આવનાર સમય જ બતાવશે ખેડૂતોનું એક સંગઠન મજબૂત રીતે કામ કરી રહ્યા છે અને જે.કે.પટેલને વિજેતા બનાવવા ખેડૂતો તનતોડ મહેનત ગામડાઓમાં કરે છે ત્યારે રાજકીય ગણીત ઉલ્ટા સુલ્ટા થાય તેમ છે જે.કે પટેલ દિલ્હી આંદોલનમાં મુખ્ય ભુમિકા ભજવી હતી અને ગુજરાત ખેડૂત આગેવાનો પૈકી તેઓ એકજ નેશનલ કીશાન સંગઠનમાં તેઓ સેવા આપે છે ત્યારે આવનાર સમયમાં તેઓના પ્રચાર અર્થે નેશનલ લેવલના કીશાન આગેવાનો પણ આવનાર છે હાલ તેઓએ પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે અને ખેડૂતો પણ તેઓ સાથે તનમનધનથી જોડાઈ ગયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button