
તા.૨/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૩૦૦ થી વધુ મુલાકાતીઓને પર્યાવરણમાં વેટલેન્ડ્સનું યોગદાન તથા તેના સંરક્ષણ અને સંવર્ધન વિષે માહિતી અપાઈ
Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ના મહિના રૂપે ઉજવામાં આવનાર છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ ઉજવણી કરવામાં આવી હતી.
વર્લ્ડ વેટલેન્ડ્સ ડે દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વ પર વેટલેન્ડ્સના પ્રભાવ અને હકારાત્મક ઉત્પાદનને પ્રકાશિત કરવા માટે સેવા આપે છે અને પ્રકૃતિના લાભ માટે સમુદાયોને એકસાથે લાવે છે. આ દિવસ માત્ર લોકો માટે જ નહીં પરંતુ પૃથ્વી માટે વેટલેન્ડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ પણ ઉભી કરે છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે આખો ફેબ્રુઆરી મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ, સાયન્ટીફીક ડે સેલિબ્રેશન જેવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવશે. વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ની ઉજવણી નિમિતે સેન્ટરની લાઈફ સાયન્સ ગેલેરીમાં મુલાકાતીઓને ગુજરાતના વેટલેન્ડ્સ પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી. આ સાથો-સાથ તમામ મુલાકાતીઓને વેટલેન્ડ્સ વિષે અને પર્યાવરણમાં વેટલેન્ડ્સ દ્વારા અપાતા યોગદાન તથા માનવ પ્રવૃત્તિઓથી વેટલેન્ડ્સને થઇ રહેલ નુકશાન ઉપરાંત તેમના તેમના સંરક્ષણ અને સંવર્ધન વિષે માહિતી આપવામાં આવી. ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ પહેલનો લાભ લીધો હતો.