GUJARATJETPURRAJKOT

Rajkot: રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સ્ટાફ મેમ્બર્સ

તા.૩૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે તમામ સ્ટાફે બે મિનીટનું મૌન પાળ્યું હતું. આ તકે સહાયક માહિતી નિયામકશ્રીઓ સોનલબેન જોશીપુરા અને પ્રિયંકાબેન પરમાર સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૧૯૪૮માં તા. ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનું નિધન થયું હતું. સ્વતંત્રતાની લડતમાં ગાંધીજીના અમૂલ્ય યોગદાનને યાદ કરવા આજના દિવસને શહીદ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button