GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ૧૦૮ ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ

તા.૨૪/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અંદાજીત ૨૮,૦૦૦ની કિંમતના રોકડ અને ઘરેણા દર્દીના સગાને પરત કર્યા

Rajkot: રાજ્યભરમાં ઈમરજન્સીના સમયે લોકોને યોગ્ય સારવાર ૧૦૮ એમ્બ્યુલન્સ અવિરત કાર્યરત રહે છે. ૧૦૮ ટીમ ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે નૈતિક કામગીરી કરે છે. જેમાં ઘણીવાર ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસે લાખોની રકમ સાથે હોય છે. આ રકમ ૧૦૮ના કર્મીઓએ મૂળ માલિકને પરત કરી નૈતિકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા હોય છે. આવા જ રાજકોટના એક કિસ્સામાં ૧૦૮ની ટીમે પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રાજકોટ અમદાવાદ હાઇવે કુવાડવા ગામ પાસે ૩૦ વર્ષીય કિશનભાઇ જીંજરીયાનું વાહન અકસ્માત થતાં ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. શ્રી જગદીશભાઈ બાવળીયા અને પાઇલોટશ્રી જિતેન્દ્રભાઈ કાગડિયા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

૧૦૮ની ટીમે તપાસ કરી ત્યારે જણાયું કે, કિશનભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી કુવાડવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસેથી એક મોબાઈલ અંદાજિત રૂ. ૨૦,૦૦૦ તેમજ ચાંદીના ઘરેણાં રૂ. ૮,૦૦૦ના મળી કુલ અંદાજિત રૂ. ૨૮,૦૦૦ મળી આવેલ હતી. ૧૦૮ની ટીમે કિશનના સગા ભાવનાબેન ગોહિલનો સંપર્ક કરી તેમને પરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડયું હતું. દર્દી કિશનભાઈના સગાએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની પ્રામાણિકતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button