
તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત ગવલીવાડ ખાતે આવેલી આંગણવાડી-૬૬ માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીના પટાંગણ તેમજ અંદર અને બાળકોના રમકડા, પુસ્તકો અને વિવિધ ખાનાઓને સાફ કરી ફરી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું હતું.


તેમજ ભૂલકાઓને સ્વચ્છતા હી સેવા, સફાઈનું કામ, સૌનું કામ તે સંદેશનો પણ અર્થ તેઓને સમજાવવામાં આવ્યો હતો. આંગણવાડીના વર્કર શ્રી રિદ્ધીબેન ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, ‘‘સ્વચ્છતા હી સેવા’’નો અમલ કરવો તે દરેકની ફરજ છે, તેનાથી આપણી આસપાસના તેમજ અન્ય નાગરિકોમાં સ્વચ્છતાની ટેવ કેળવાય છે. બાળકોએ પણ આ અભિયાનમાં રસ દાખવીને સ્વચ્છતા અંગે પ્રશ્નો કર્યા હતા. અને તેમની જિજ્ઞાસા સંતોષી હતી.

આ કાર્યક્રમમાં આંગણવાડીના હેલ્પર શ્રી ડિમ્પલબેન રાઠોડ તેમજ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.








