Rajkot: રાજકોટ જિલ્લાના ગામડાઓ બન્યાં સ્વચ્છ અને નિર્મળ: અવેડા, પ્રતિમાઓ, નદી કિનારે હાથ ધરાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી સાથે જન આંદોલન બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ગામડાઓ સ્વચ્છ અને નિર્મળ બની રહ્યા છે. તા.૧૬ ઓકટોબરના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તથા જામકંડોરણા સહિતના તાલુકાઓનાં ગામડાંઓમાં પણ સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ ઝુંબેશ અન્વયે જામકંડોરણા તાલુકામાં વિમલનગર, જામ દાદર, બેલડા, મેઘાવડ, સાજડીયાળી, પીપરડી, બોરીયા સહિતનાં ગામોમાં લોકભાગદારી સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ગામનાં નદી કિનારે, અવેડાઓ, પ્રતિમાઓ સહિતની આસપાસની જગ્યાઓની સઘન સફાઈ કરવામાં આવી હતી તેમ જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કરએ જણાવ્યું હતું.

ધોરાજી તાલુકાનાં કલાણા, ભાદાજાળિયા, મોટી વાવડી, ઝાંઝમેર, ભાડેર, છાડવાદર સહિતનાં ગામોમાં અવેડાઓ, પાણીનાં સંપ, નદી કાંઠાઓ સહિત જાહેર જગ્યાઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયશ્રીબેન દેસાઈએ જણાવ્યું હતું.








