
તા.૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યમાં ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈન પીડિત મહિલાઓને અભય વચન પૂરું પાડી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ્ ટીમે શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિથી પરેશાન પરિણીતાની મદદ કરી હતી.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાનો ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈન પર કોલ આવતા ગણતરીના સમયમાં અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી શિવાનીબેન પરમાર, મહિલા પોલીસ કર્મચારીશ્રી હેતલબેન મહિલાએ જણાવેલા સ્થળે પહોંચી ગયા હતા. કાઉન્સિલરશ્રીએ મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે પીડિતા તેમના પતિ અને બાળકો સાથે બિહારથી રાજકોટ આર્થિક ઉપાર્જન માટે આવી હતી. તેમનો પતિ પરિણીતાને કેફી દ્રવ્યોનું સેવન કરાવી, મારકૂટ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
કાઉન્સિલરશ્રીએ પીડિતાની વાત સાંભળીને સાંત્વના આપીને તેનું કાઉન્સિલીંગ કર્યું હતું. તેમજ મહિલાને કાયદાકીય માહિતી પૂરી પાડીને તેની ઈચ્છા અનુસાર નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ, આગળની કાર્યવાહી કરી હતી. આમ, અભયમ્ ટીમે મહિલાની મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.








