
તા.૨૪/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા એ ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ શનિવારે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હસ્તકની શ્રી મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રીશ્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર તથા દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ તમામ પરીસરોનું નિરીક્ષણ કરીને ભૌતિક સુવિધા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા એ આ મુલાકાત દરમિયાન નવભારતના આશાવાદી અને ઉર્જાવાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ વિશે વાતચીત કરી હતી. સાથેસાથે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકીર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી અને સમાજ કલ્યાણ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યાં હતા, તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની યાદીમાં જણાવાયું છે.