
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ચાલુ વર્ષે બાગાયત વિભાગમાં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ૩૧/૧૦/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની વધુ માહિતી જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે.

સરગવાની ખેતીમાં સહાય, આંબા-જામફળ ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેંસીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેંટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતી, ફળ પાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં ૯૦% સહાય, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનીટ, ઔષધિય પાક માટે ડિસ્ટીલેશન યુનીટ, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ (વિજદર સહાય), ખેતર પરના શોર્ટીંગ ગ્રેડિંગ પેકિંગ એકમ ઉભા કરવા સહાય, હવાઇ માર્ગે બાગાયત પેદાશોની નિકાસ માટેના નુર સહાય વગેરે યોજનાઓનો લાભ તમામ જિલ્લાના ખેડૂતોને મળશે. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો તથા વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો નોન-મિશનના તમામ જિલ્લાઓ (રાજકોટ, મોરબી, સુરેંદ્રનગર, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર) તથા ઔષધીય/સુગંધિત પાકોના વાવેતરમાં સહાય બોટાદ જિલ્લાને મળશે. તેમ સંયુક્ત બાગાયત નિયામક રાજકોટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.








