GUJARATJETPURRAJKOT

Rajkot: નવરાત્રિ સંદર્ભે મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઈન નંબરની માહિતી આપતી ૧૮૧ મહિલા અભયમ ટીમ

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારે મહિલાઓ સામે થતી તમામ પ્રકારની હિંસા, દુર્વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલીંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે ૧૮૧ અભયમ યોજના શરૂ કરી છે.

રાજકોટ શહેરના ઘંટેશ્વર ખાતે યોજાયેલ ડિવાઇન રાસોત્સવમાં વેલકમ નવરાત્રિ પર ૧૮૧ ટીમના કાઉન્સિલર શ્રી વૈશાલીબેન ચૌહાણ અને કોન્સ્ટેબલશ્રી ભાવનાબેને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડીજીટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી ૧૮૧ એપ્લિકેશન વિશે માહિતી આપી હતી. તેમજ મહિલાઓ સાથે થતી હિંસા સામે રક્ષણ આપતા કાયદાઓ અને મહિલાઓને લગતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button