તા.૨૯/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૪૫૦ નવા આયુષ્માન કાર્ડ રજીસ્ટર કરાયા: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૮૪ નવા કનેક્શનની નોંધણી
Rajkot: સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતા કરવાના અભિગમને સાર્થક કરવા ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થઈ રહ્યું છે. તેવામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કંટોલીયા ગામના ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૫૯ ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ૬૨૪ લોકોની ટી.બી.રોગની તપાસ અને ૧૦૩ લોકોની સીકલ સેલની તપાસ કરાઈ હતી. ઉપરાંત ૪૫૦ નવા આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરાયું હતુ.
આ પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતુ. રાજ્ય સરકારશ્રીની આયુષ્માન ભારત, પ્રાકૃતિક ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ, યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવનાર ૧૧ લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વિવિધ યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ પ્રસંગમાં ડ્રોન નિદર્શન, સોઈલ હેલ્થકાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો. કાર્યક્રમમાં રમતવીરો, મહિલાઓને, વિદ્યાર્થીઓ, અને સ્થાનિક કલા કારીગરોને પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.
કંટોલીયા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, ગામ પંચાયતોમાં જલજીવન મિશન, જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન, હર ઘર જલ મિશન, જનધન યોજના અને પી.એમ.કિશાન યોજનાની ૧૦૦ ટકા કામગીરી અને હર ઘર શૌચાલય ઓ.ડી.એફ. પ્લસ ગ્રામપંચાયત થવા બદલ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કંટોલીયા ગામના સરપંચશ્રી, ગામના અગ્રણીશ્રીઓ, તલાટીમંત્રીશ્રી, આરોગ્ય વિભાગ, મહેસુલ વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગના અધિકારી – કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








