GUJARATJETPURRAJKOT

Rajkot: ઇફકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે તાલીમ અને મુલાકાત કાર્યક્રમ યોજાયો

તા.૨૭/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ઇફકો રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડીયાના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે તારીખ ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન બે દિવસીય તાલીમ અને મુલાકાત કાર્યક્રમો કે.વી.કે.-તરઘડીયા ખાતે યોજાયા હતાં, જેમાં ઇફકોનાં તજજ્ઞો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રી સુરેશભાઈ કવાડે શાબ્દિક સ્વાગત કરીને નેનો-યુરીયા અને નેનો-ડીએપી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જયદીપભાઈ માવાણીએ ઇફકો દ્વારા ઉત્પાદિત રાસાયણિક ખાતરો વિશે તેમજ શ્રી સુજલભાઈ પટેલે ઇફકો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક પ્રોડક્સની વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.જે.એચ. ચૌધરીએ રસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ અંગે, ડો.જે.એન.ઠાકરે દરિયાઈ શેવાળ અંગે, ડો.એમ.એમ.તાજપરાએ પશુપાલન માટે ઘાસચારાના ઉત્પાદન અંગે, શ્રી ડી.પી.સનેપરાએ રસાયણિક ખાતરોના ઉપયોગ સમયે લેવાની કાળજી અંગે ખેડૂતોને સુપેરે માહિતગાર કર્યા હતાં. આ કાર્યક્રમમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકાના ૮૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે પાયલબેન ટાંક અને શ્રી અરવિંદભાઈ બેરાણીએ મહેનત કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button