
તા.૩૦/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં રહેતા રંજનબેન તથા ભૂપેન્દ્રભાઇ રેષકોસ રીંગ રોડ પર કાવો વેચવાનું કામ કરે છે. તેઓના પરીવારમાં તે બન્ને એકલા રહે છે. તેઓને દીકરાઓ નથી. તેઓની દીકરીઓ સાસરે છે. તેઓની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી તેમજ તેમની ટીમ દ્વારા તા ૨૪ જાન્યુઆરી સાંજે તેમની મુલાકાત કરી રોગથી પીડાતા દંપત્તિનું કાઉંસેલિંગ કરવામાં આવ્યુ હતું,જેમાં જાણવા મળ્યુ કે ભૂપેન્દ્રભાઇને ડાયાબીટીસ છે અને આગાઊ તેમને પગની સર્જરી કરાવી હતી. રંજનબેનને ફેફસાની બિમારી હતી.
તા ૨૯.૦૧.૨૪ના રોજ જિલ્લા પંચાયત આરોગ્ય ટીમ તેમને સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ માટે ગયા હતા. જેમાં ભૂપેન્દ્રભાઇને જે પગમાં તકલીફ હતી તે માટે સર્જનને બતાવી તેમની પગની સોનોગ્રાફી કરાવી. તેમજ સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત, ડાયાબીટીસ માટે મેડીસીન વિભાગમાં રીપોર્ટ કરાવીને સારવાર આપી હતી. રંજનબેનને ફેફસાની બીમારી માટે ટીબી એન્ડ ચેસ્ટ વિભાગમાં સારવાર આપવામાં આવી. અને આ બીમારી અંગે રેગ્યુલર સારવાર લે તે અંગે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીનાં નેતૃત્વમાં તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડના માર્ગદશન હેઠળ જિલ્લા આરોગ્ય ટીમ સતત કાર્યરત છે.