
નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુ લોકો મતદાન કરી તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશન
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૧/૦૪/૨૦૨૪
આગામી તા.૭ મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં “મતદાન જાગૃતિ” અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે તા.૦૪/૦૪/૨૦૨૪ના રોજ લોકશાહીના આ અવસરમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આલમી લોકસભાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પણ આ ચૂંટણી પ્રક્રિયા તેમજ ચૂંટણીનું મહત્વ સમજાય એ હેતુસર ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ નેત્રંગ ખાતે શાળાના આચાર્ય આર.એલ.વસાવા, સુપર વાઈઝર પ્રમોદસિંહ ગોહિલ, મનમોહનસિંહ યાદવ (જી.ઇ.એસ-૨) તેમજ બિલોઠી શાળાના આચાર્ય યોગેન્દ્રસિંહ સિમોદરીયા, બ્રિજેશ પટેલની ઉસ્થિતિમાં હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ અંગે ક્વિઝ કોમ્પિટિશન તેમજ મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિધાર્થીઓ જોડા
યા હતા.