Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક આદેશ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતના ચૂંટણી પંચ દ્વારા લાગુ કરાયેલ આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રભવ જોષીએ તારીખ ૧૬ મે થી તારીખ ૬ જૂન સુધી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે મુજબ રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, ડાક બંગલાઓ વિશ્રામ ગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારો ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર પ્રસાર- પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વધુમાં, વિશ્રામ ગૃહ, અતિથિ ગૃહ, ડાક બંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટિંગ યોજવા પર પ્રતિબંધ મુકાયો છે. તથા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કિંગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉપરાંત, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પદાધિકારીઓને કક્ષાની કે રાજ્યોના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે, આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરીક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલો ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સિક્યુરિટી ધરાવતા વિશ્રામ ગૃહ, અતિથિ ગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવા પર પ્રતિબંધ લાગાવાયો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.