
તા.૧૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઉપલેટા નગરપાલિકા દ્વારા ૧૫ ઓગસ્ટના ત્રિરંગા યાત્રા, રાષ્ટ્ર ગાન સાથે ધ્વજ વંદન, “મારી માટી મારો દેશ” અભિયાનના કાર્યક્રમો વિવિધલક્ષી વિનય હાઇસ્કુલ ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.


ઉપલેટાના અધિકારીઓ, સામાજિક, રાજકીય આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા ત્રિરંગા રેલી, દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ધારાસભ્યશ્રી પાડલીયા દ્વારા શિલાફલકમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. વસુધા વંદન હેઠળ ૭૫ વૃક્ષોનું વોવતર કરાયુ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામજનો, વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]








